કોરોના ત્રાસદીમાં પણ ચીને ઉખાડ્યો કાશ્મીર મુદ્દો, ભારતે વળતો પ્રહાર કરી આપ્યો જડબાતોડ જવાબ

ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ચીનના સ્થાયી મિશનના પ્રવક્તા દ્વારા જમ્મુ અને કાશ્મીર અંગે કરાયેલી ટિપ્પણીને ગુરુવારે ફગાવી દીધી અને એ વાત પર પૂરેપૂરો ભાર મૂક્યો કે આ કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનું અભિન્ન અંગ હતું અને હંમેશા રહેશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે ભારત ચીન પાસેથી આશા રાખે છે કે તે ભારતના આંતરિક મામલાઓ, દેશની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડિતતા પર ટિપ્પણી કરતા બચે. 

કોરોના ત્રાસદીમાં પણ ચીને ઉખાડ્યો કાશ્મીર મુદ્દો, ભારતે વળતો પ્રહાર કરી આપ્યો જડબાતોડ જવાબ

નવી દિલ્હી: ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ચીનના સ્થાયી મિશનના પ્રવક્તા દ્વારા જમ્મુ અને કાશ્મીર અંગે કરાયેલી ટિપ્પણીને ગુરુવારે ફગાવી દીધી અને એ વાત પર પૂરેપૂરો ભાર મૂક્યો કે આ કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનું અભિન્ન અંગ હતું અને હંમેશા રહેશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે ભારત ચીન પાસેથી આશા રાખે છે કે તે ભારતના આંતરિક મામલાઓ, દેશની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડિતતા પર ટિપ્પણી કરતા બચે. 

તેમણે એમ પણ કહ્યું કે ભારત એવી પણ આશા રાખે છે કે ચીન જમ્મુ અને કાશ્મી સહિત ભારતના લોકોના જીવનને પ્રભાવિત કરનારા સરહદપાર આતંકવાદની સમસ્યાને સમજશે અને તેની ટીકા કરશે. 

અત્રે જણાવવાનું કે સંયુક્ત રાષ્ટ્રમાં ચીનના સ્થાયી મિશનના પ્રવક્તાએ  કહ્યું હતું કે કાશ્મીર મુદ્દો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના એજન્ડામાં પ્રમુખતાથી છવાયેલો રહ્યો છે અને ચીન કાશ્મીરના વર્તમાન હાલાત પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે. 

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા હાલ ચીન પાસે છે. ચીનના અધિકારીએ કથિત રીતે એમ પણ કહ્યું કે કાશ્મીરનો મુદ્દો તો ઘણા વર્ષોથી ચાલતો આવ્યો છે અને તેનો યોગ્ય તથા શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવો જોઈએ. 

શ્રીવાસ્તવે કહ્યું કે, "સંયુક્ત રાષ્ટ્રમાં ચીનના સ્થાયી મિશનના પ્રવક્તાએ જે નિવેદન આપ્યું છે તેમાં જમ્મુ કાશ્મીરના સંદર્ભનો અમે અસ્વીકાર કરીએ છીએ." તેઓ ચીનના પ્રવક્તાની ટિપ્પણી અંગે પૂછાયેલા સવાલ પર પ્રતિક્રિયા આપી રહ્યાં હતાં. તેમણે કહ્યું કે, "ચીન આ મુદ્દે ભારતના વલણથી સારીપેઠે વાકેફ છે. જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનું અભિન્ન અંગ રહ્યું છે અને રહેશે." 

જુઓ LIVE TV

શ્રીવાસ્તવે કહ્યું કે, "આથી અમે આશા રાખીએ છીએ કે ચીન સહિત અન્ય દેશો ભારતના આંતરિક વિષયો પર ટિપ્પણી કરતા બચશે અને ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડિતતાનું સન્માન કરશે." 

ચીને જમ્મુ અને કાશ્મીરના પુર્નગઠનના ભારતના પગલાની પણ ટીકા કરેલી છે, ખાસ કરીને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા બદલ તેણે ભારત સરકારની ટીકા કરી કારણ કે તે લદ્દાખના અનેક વિસ્તારો પર પોતાનો હક જતાવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news